Posts

Showing posts from December, 2019

SPD 20 અને SX વચ્ચે તફાવત (૧)

મિત્રો, સૌથી પહેલાં તો આપણે SPD 20 અને SPD SX વચ્ચેના તફાવતને જાણીએ. SPD 20 ના પેડ પર તમે સ્ટીકથી વગાડો એટલે પેડની નીચે રહેલું સેન્સર ‘ટ્રીગર‘ થાય છે અને તે સેટીંગ પ્રમાણે સર્કીટમાંથી અવાજ ઉત્પન્ન ખરે છે. આ સર્કીટ ‘ફિક્સ‘ હોય છે - મતલબ કે એને કાઢી ન શકાય તેમજ તેમાં કોઈ ઉમેરો પણ ન કરી શકાય. જ્યારે SPD SX માં તમે પેડ પર સ્ટીકથી વગાડો ત્યારે સેન્સર ‘ટ્રીગર‘ થાય અને અંદર રહેલા મેમરી કાર્ડમાંથી જે તે અવાજ ઉત્પન્ન કરે છે. SPD 20 માં કોઈ મેમરી કાર્ડ ની સગવડ નથી એટલે તેમાં ન તો કોઈ ટોન ઉમેરી શકાય કે ન તો એમાં રહેલા ટોન ને કાઢી શકાય. વધુ આવતા બ્લોગમાં......

બ્લોગ પરિચય

ROLAND SPD SX વગાડનાર મારા ગુજરાતી કલાકારોનું સ્વાગત છે. આ મારી પ્રથમ પોસ્ટ છે. આવનારા દિવસોમાં હું SPD SX વિશે અને તેમાં રહેલી સગવડો વિશે માહિતી આપતો રહીશ. મારો આશય મારા ગુજરાતી કલાકારોને મદદરૂપ થવાનો છે. ઘીરે ધીરે હું એક પછી એક વિષય પર લખતો રહીશ. કેમ છતાં પણ આપને કોઈ પ્રશ્નનો તાત્કાલિક જવાબ જોઈતો હોય, તો આ બ્લોગ પર પુછી શકો છો. વધુ માહિતી માટે હવે પછીની પેસ્ટ માટે રાહ જોવા વિનંતી.